
આદરણીય સમાજબંધુ ભાઈઓ-બહેનો,
જય જીનેન્દ્ર
શ્રી બેતાલીસ દશા હુમ્મડ દિ.જૈન ચોખલા પંચના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરી મારામાં વિશ્વાસ મુકવા બદલ આપ સર્વેનો આભાર.
- આપણા સમાજે ધાર્મિક અને શૈક્ષણીક ક્ષેત્રમાં પ્રગતી કરી આર્થિક સમ્રુધ્ધતા તરફ હરણફાળ ભરી છે. સમાજ-પંચ સંચાલીત સંસ્થાઓના વિવિધ આયોજનો અને યોજનાઓ જેવાકે “ધાર્મિક શિક્ષણ શિબિર” , “વર્ધમાન ઉત્કર્ષ ફંડ”, “કેળવણી મંડળ” થકી સમાજના બહોળા વર્ગને લાભ મળતો રહેલ છે.
- વર્તમાન સમયની જરૂરીયાતને ધ્યાનમાં લઈ યુવા શક્તિનો સમાજની ઉન્ન્તી અને સંગઠનમાં નવા વિચારો અને ટેકનોલોજી સાથે કદમ મિલાવી નવી ઉર્જાનો ઉપયોગ કરી સામાજીક અને આધ્યાત્મીક ચેતના જગાવવા “યુથ ફોરમ” ની રચના કરી ઉત્સાહમાં ઉમેરો કરેલ છે.
- આજના “ડીજીટલ યુગ” માં સમાજની વેબ-સાઈટ તૈયાર કરી “E-VASTI PATRAK” બનાવી સમાજના સભ્યોની ઉપયોગી માહીતી “ONE TOUCH” માં મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. આપ સર્વે આ “E-VASTI PATRAK” સમાજમાં નોંધપાત્ર બને માટે સહયોગી બનશો તેવી આશા રાખીએ છીએ.
અમે સર્વે પદાધીકારી અને કારોબારી સભ્યો નવી ટીમ, નવા ઉમંગ, નવા વિચારો લઈ સમય સાથે કદમ મીલાવી સમાજ ઉપયોગી કાર્યોમાં આપ સર્વેના સહકાર અને માર્ગદર્શન થી અગ્રેસર રહેવા કટીબધ્ધ છીએ.
આવો આપણે સૌ સાથે મળી આપણા આ પરંપરાગત વારસાને ધબકતો રાખવા તન-મન-ધન થી યોગદાન આપી “ચોખલા પંચ” અને તેની સંચાલીત સંસ્થાઓના વિકાસમાં સહભાગી બની “ગૌરવવંતો સમાજ” બનાવીએ.
શ્રી કલ્પેશકુમાર રતીલાલ દોશી
પ્રમુખ
બેતાલીસ દશા હુમ્મડ દી.જૈન ચોખલા પંચ