+91 9327002519

પરમ પૂજ્ય વડિલો, આદરણીય સમાજબંધુઓ, બહેનો અને ઉત્સાહ સભર યુવાસાથીઓ...
જય જિનેન્દ્ર ,

શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિ. જૈન ચોખલા પંચ ટ્રસ્ટ નું સુકાન સંભાળતા પ્રમુખ, પદાધિકારી અને કારોબારી સભ્યો તરીકે એક વર્ષ સફળતા અને ઉત્સાહવર્ધક રીતે પરિપૂર્ણ થઇ રહ્યું છે

  • આપણે ત્યાં અનેક સમાજલક્ષી કાર્યો થતા રહ્યા છે અને થાય છે. સમય અને સંજોગો પ્રમાણે સામાજિક પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવે છે અને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સદા આવકાર્ય હોવું પણ જોઈએ. સમૂહ મા ચાલે તે સમાજ આ ઉક્તિ ત્યારે જ ચરિતાર્થ થાય જ્યારે દરેક સમાજ બંધુ પોતાનું સામાજિક દાયિત્વ અદા કરે. આ માટે હકારાત્મક અભિગમ અને તંદુરસ્ત વાતાવરણ હોવું આવશ્યક છે. હવે આપણે “સૌએ આમ કરવું જોઈએ આ પ્રમાણે ના હોય કે અમે-તમેની વિચારસરણી ને ત્યાગી ને ખાસ ધ્યેય નક્કી કરી ચર્ચા-વિચારણાના અંતે સમાજના ઉત્કર્ષ માટે યથાશક્તિ યોગદાન આપવા તત્પર રહેવું જ પડશે.
  • “મેં આ કર્યું” ની આત્મશ્લાધાની ભાવના ત્યજી ને આપણે સહુએ ખાસ કરી ને યુવા શક્તિ નો ઉપયોગ કરી જબરજસ્ત ઉત્સાહનું વાતાવરણ સર્જી ભારત મા તથા દુનિયા ના કોઈ પણ ખૂણે રહેતા સમાજબંધું ને મુખ્યધારામાં લાવવા E-vastipatrak ના માધ્યમ થી કરેલ પ્રયત્નો 100% સફળ થયાં છે.
  • આપણા વડીલો દ્વારા સમયોચિત શરૂ થયેલ સમૂહ લગ્ન પ્રથા ને 2024 મા 50 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે. આગામી વર્ષે 24/2/2024 ના રોજ સુવર્ણ સમુહલગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સમાજ ના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે, જરૂરિયાતમંદને પૂરતી સહાય મળે, વિવિધ પ્રસંગો માટે આપણું પોતાનું સમાજ ભવન સંકુલ હોય વગેરે જેવા અનેક આવશ્યક કામો પૂર્ણ કરવા કટીબદ્ધ થવાની જરૂર છે.
  • મિત્રો, સાચા ઇરાદા અને સાચી વૃત્તિથી શરૂ થયેલા કાર્યો સફળ થાય જ છે. આપણે સૌએ સાથે મળીને પરંપરાગત રૂઢિગત જડતાને ત્યજી મૂળભૂત મૂલ્યોના જતનની સાથે સાથે સામાજિક નવસંચારની દિશામાં આગળ વધવાનું છે. આ આજના સમયની માંગ છે.
  • આ સમાનતા નો યુગ છે. નારી શકિત અનેક ક્ષેત્રોમાં સમોવડી બની ને સિદ્ધિના શિખરો સર કરી રહી છે ત્યારે અમે બહેનોને ખાસ અપીલ કરીયે છીએ કે આપ સૌ પણ પ્રત્યક્ષ રીતે આપણા સમાજના વિવિધ કાર્યો અને કાર્યક્રમોમાં ભાગ લઈ આપનું અમૂલ્ય યોગદાન આપો.
  • આપણા યુવાધનમાં અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવતા યુવક-યુવતિઓ સામાજિક ઐક્ય માટે કાર્યરત બને તો સોનામાં સુગંધ ભળે. આપણા પૂર્વજો અને સમયે સમયે પોતાનું સમાજ માટે યોગદાન આપનાર સર્વે પુરોગામી પદાધિકારીઓ ના અનુભવ અને માર્ગદર્શન નો લાભ મળતો રહે છે.
  • પહેલાં કરતાં હવે ટેકનોલોજીના કારણે સંપર્કો સરળ બન્યા છે. આપણી આવનારી પેઢીઓ ગૌરવ લઈ શકે અને દરેક પોતાના પદ અને પરિસ્થિતિ પ્રમાણે સમાજને ફાયદાકારક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તો સર્વાગી રીતે, ખૂબ ઓછા સમયમાં અને ઝડપી ગતિ એ પ્રગતિ થાય જ, એવા ઉમંગ અને દઢ સંકલ્પ સાથે આપણે બધા એ એક થઈ કાર્ય કરવાનું છે.
  • આપ સૌ સમાજબંધુઓ સમાજના ઉત્થાન માટે આપના અભિપ્રાયો, મંતવ્યો કે વિચારો નિઃસંકોચ પણે જણાવી શકો છો. સમાજ સંચાલિત દરેક સંસ્થા ઓ ના કાર્યો માં એક નવી ઉર્જા નો સંચાર જોવા મળી રહ્યો છે,સંસ્થા ઓ ને પ્રગતિ ના પંથે લઇ જવા માં કાર્યરત નવયુવાનો ને ખુબ ખુબ અભિનંદન સહ આભાર 🌹🌹🌹 🙏આપ સૌ ના અપ્રતિમ પ્રેમ અને સહકાર અમને સૌ ને મળ્યો તે બદલ અમો સર્વે પદાધિકારી, તથા કારોબારી સભ્યો આપના આભારી છીએ.

શ્રી બેતાલીશ દશા હુમ્મડ દિ. જૈન ચોખલા પંચ ટ્રસ્ટ વતી
પ્રમુખ :કલ્પેશ આર. દોશી
મંત્રી : હરેશ એ. શાહ
પદાધિકારીઓ તથા સમસ્ત કારોબારી સભ્યો

Advertise With Us

Please give your Business Advertise with us.